જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ માટે પ્રથમ હપ્તા પેટે રૂા.૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ૯૬૯૬ કુટુંબને રૂા.૫.૨૩ કરોડની સહાય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ અરજીઓ મંજુર થઇ હતી. જેમાં પ્રથમ હપ્તામાં રૂા.૫.૨૩ કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે.જયારે બીજા હપ્તાના રૂ. ૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવનાર છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ૯૬૯૬ ખડૂતોને ગાય નિભાવવા માટે બીજા હપ્તાની રકમ મળીને વાર્ષિક રૂ. ૧૦ .૪૬ કરોડની સહાય મળવા પાત્ર થશે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી કરવા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરિયાત રહેતી છે. જેના દ્વારા જમીનની ભેજ સગ્રહ ક્ષમતા ફળદ્રુપ્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે ઉમદા હેતુસર દેશી ગાયની સાચવણીમાં વધારો થયા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
