હાર્દિક કાનાબાર પ્રાચી
પૂજા અર્ચના શોભાયાત્રા સમૂહ પ્રસાદી સહિત નું આયોજન કરાયું
પ્રાચી તીર્થ ખાતે મહાશિવરાત્રી નિમિતે પ્રાચી તીર્થ સમસ્ત સાધુ સમાજ દ્વારા મહા શિવરાત્રિ પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સવારે મહાદેવની પૂજા અર્ચના તેમજ મહાદેવ ની નગર યાત્રા નીકળી હતી જેમાં આખા ગામમાં મહાદેવ ની શોભાયાત્રા માં શિવજી ની વેશ ભૂષા ધારણ કરતા કાર્તિક ગોસ્વામી એ લોકો ને કેન્દ્રિત કર્યા હતા શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત સાધુ સમાજ દ્વારા સમૂહ પ્રશાદી નું પણ આયોજન કરાયું હતું આ પર્વ ને સફળ બનાવવા સમસ્ત સાધુ સમાજે જહેમત ઉઠાવી હતી


