તા.૧૬મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડી દ્રારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી
જેમાં આરોગ્ય કર્મચારીઓ, એફ-આશા તેમજ આશા દ્વારા ઘેર-ઘેર ફેરણી કરી તાવના કેસોનું સર્વે તેમજ ઘેર-ઘેર એબેટ-પોરાનાશક કામગીરીની સાથે સોર્સ રીડકશન અને ડેન્ગ્યુ રોગ વિશે જન-જનમાં લોક-જાગૃતિ ફેલાવવા આરોગ્ય-શિક્ષણ દ્રારા માહિતીગાર કરવામાં આવ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એસ.ધ્રુવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.અલ્પેશ મકવાણા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડીના મેડીકલ ઓફિસર ડો.ભાવિકા રોહિતના માર્ગદર્શન હેઠળ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.


