વિસાવદર તાલુકાના ભલગામની માધ્યમિક શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થિનીઓને આરોગ્યલક્ષી વિષયોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટી-૩ એનિમીયા મુક્ત કામગીરી કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીનીઓમાં હિમોગ્લોબીનની ઉણપ ન જોવા મળે તે માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ભલગામ માધ્યમિક શાળા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યું હતું તેમજ તમામ વિદ્યાર્થીનીઓને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવી હતી.

