બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં એક પિતા પુત્રીને પ્રેમલગ્નથી અટકાવી ઘરે પરત ફરવા માટે માટે હાથ જાેડીને આજીજી કરતા હોવાનુ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. આ માતા-અને પિતા કરગરવા છતાં પુત્રી પ્રેમી સાથે ચાલતી થઈ ગઈ હતી. પિતા બે હાથ જાેડીને પગે લાગી રહ્યો હતો. પરંતુ પિતા પોતાની આબરુ સાચવા માટે પુત્રીને વિનંતી કરતો રહ્યો હતો. આ વિડીયો વાયરલ ખૂબ થયો હતો અને પિતાની વેદનાને લઈ તેની પર ચર્ચા પણ ખૂબ થઈ હતી. આ દરમિયાન બનાસકાંઠાના વાવના મહિલા ધારાસભ્યએ પ્રેમલગ્ન કરનારાઓને લઈ નિવેદન કર્યુ હતુ. કહ્યુ હતુ કે, પ્રેમલગ્ન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઈમ સાથે સંકળાયેલા હોય છે. સમાજમાં જેની કોઈ ઈજ્જત ના હોય એવા લોકો જ પ્રેમ લગ્ન કરે છે. પ્રેમલગ્ન કરનારાને જાહેરમાં કડક સજા કરવી જાેઈએ અને સરકારે આ માટે કડક કાયદો બનાવવો જાેઈએ. ધારાસભ્ય ગેનિબેને કહ્યુ હતુ કે ક્રાઈમ સાથે સંકળાયેલા યુવાનોને કારણે અનેક પરિવાર વેરવિખેર થઈ જાય છે.


