Gujarat

પ્રેરણાદાયી સ્ટોરી: જે હાથે લખતી હતી તે હાથ એક ગુમાવવા છતા વડોદરાની મુસ્કાન દ્રઢ નિશ્ચય અને હિંમતથી ડોક્ટર બનશે

વડોદરાની આ પ્રેરણાદાયી સ્ટોરી તમને ગમશે. વડોદરાની મુસ્કાન શૈખે સ્ટ્રોન્ગ વિલ પાવરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દ્રઢ નિશ્ચય અને હિંમત હંમેશા સફળતા અપાવે છે તે મુસ્કાને સાબિત કર્યું છે. અકસ્માતમાં એક હાથ ગુમાવવા છતા આ વર્ષે ડોક્ટર બની જશે. હાલ તે SSG હોસ્પિટલમાં એમબીબીએસના ફાઈનલ વર્ષમાં છે. ગઈકાલે વડોદરાના કલેક્ટર અતુલ ગોરે મુસ્કાનનું સન્માન કર્યું હતું. જે હાથે લખતી હતી તે હાથ એક ગુમાવવા છતા મુશ્કાન હિંમત હારી ન હતી નવ વર્ષ પહેલા મુસ્કાને હાથ ગુમાવ્યો હતો સ્કૂલના એક પ્રવાસ દરમિયાન નવ વર્ષ પહેલા મુસ્કાને તેનો જમણો હાથ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે તે આઠમાં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી માતા-પિતાએ હંમેશા સાથ આપ્યો પરંતુ અભ્યાસમાં ખૂબ જ સારી એવી મુસ્કાને દ્રઢ નિશ્ચય સાથે ભણવાનું ચાલુ રાખ્યું. મુસ્કાનના માતા-પિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે, તેઓ હંમેશા પુત્રીને ટેકો આપે છે અને ખાતરી કરે છે કે તેણી તેના અભ્યાસમાં કંઈપણ ચૂકી ન જાય. માતા-પિતા હંમેશા એક દિવાલ બનીને તેની સાથે રહ્યા.જમણેરી હોવાથી ડાબા હાથે પ્રેક્ટિસ શરૂ કરી 2014 માં અકસ્માત પછી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન, મુસ્કાને તેના ડાબા હાથથી લખવાનું કૌશલ્ય વિકસાવવાનું શરૂ કર્યું કારણ કે તે તેના ધોરણ 8 માંની પરીક્ષા આપવા જઈ રહી હતી. તે પ્રથમ વખત હાજર રહી અને સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ પણ કરી.10 અને 12માં સારા માર્ક્સથી પાસ થઈ તેણીની તેજસ્વીતાનો ગ્રાફ ઊંચો ગયો અને તેણીએ ધોરણ 10માં 94 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા મેળવ્યા. મેડિકલ બ્રાન્ચમાં એડમિશન માટે NEETમાં સારા માર્ક્સ મેળવ્યા બાદ, તે ફિઝિકલી ચેલેન્જ્ડ કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ આવીઆમ તેણીએ હિંમત હાર્યા વિના વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાનો પોતાનો દાખલો બેસાડીને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. આ અંગે જાણ થતાં કલેક્ટર અતુલ ગોરે તેણીને તેમની ઓફિસમાં બોલાવીને તેમનું સન્માન કર્યું હતું

ઉમંગરાવલ  વડોદરા.

WhatsApp-Image-2023-03-11-at-12.04.43-PM-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *