બગસરા ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા બે ઇસમોને કુલ કિં.રૂ.૨૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૨૦/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે બગસરા ટાઉનમાં આઇ.પી.એલ. ૨૦૨૩ ની પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોર વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના ટેબલેટ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘ક્રિકેટનો સટ્ટો’ રમી/રમાડતા બે ઇસમોને જાહેરમાંથી પકડી પાડી, આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) કૃષ્ણકાંત શિવલાલભાઇ ઠુમ્મર, ઉ.વ.૩૭, રહે.બગસરા, ગોકુળપરા, તા.બગસરા, જિ.અમરેલી,
(૨) હાર્દિક સતીષભાઇ દોશી, ઉ.વ.૩૦, રહે.બગસરા, જુના બસ સ્ટેન્ડ પાસે, તા.બગસરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૧,૪૦૦/- તથા ટેબલેટ ફોન ફોન – ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૧,૪૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે



