રાજકોટ
રાજકોટના બજરંગ દળના અગ્રણી હરેશભાઇ ચૌહાણનું નિધન થયુ છે. છેલ્લા કેટલાય સમયથી વૉકલ કેન્સરથી પીડાઇ રહેલા હરેશભાઇ ચૌહાણએ ૪૭ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે, હરેશભાઇ ચૌહાણ વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને બાદમાં બજરંગ દાળના અગ્રણી હતા. હરેશભાઇના નિધનની સાથે જ હિન્દુવાદી સંગઠનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
