*કુદરત નાં કહેર સામે ખેડૂતો બન્યા લાચાર*
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલ ઉનાળુ બાજરી સહિત અનેક પાકોને ભારે નુકસાન થયું છે અચાનક મોટા કરા સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ખેતરોમા પડેલ ઘાસચારા સહિત અનેક પાકોને નુકસાન થયું છે. પાલનપુરના અનેક ગામોમાં ખેતરોમાં ઉભેલી બાજરીનો લણણી કરેલો પાક પલળી જતા બગડી ગયો છે. ખેતરમાં ઉભેલો બાજરીનો પાક નમી ગયો છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો અચાનક આવેલ કુદરતી આફતથી પોતાના પાકને નુકશાન થયું છે તેના વળતરની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. અનેક ખેડૂતોના ખેતરોમાં ઉભેલ બાજરીના પાકનો સોથ વળી ગયો છે. મેઘરાજ ભાઈ ચૉધરી નામના ખેડૂતની તમામ બાજરીનો પાક પલળી જતા ખેડૂતને 3 લાખ જેટલું નુકશાન થયું છે ખેડૂતે વાત કરતા કહ્યું કે અમે અનેક સપનાઓ જોઈને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદે તમામ પાકનો સોથ વાળી દીધો છે જેથી મને મોટું નુકસાન થયું છે ખેતરના સેડના પતરા પણ ઉડી ગયા છે હવે અમરેપાક ધિરાણ અને બાળકોની ફિસ કેવી રીતે ભરવી જેથી સરકાર નુકશાનીનું યોગ્ય સર્વે કરાવી વળતર આપે તેવી અમારી માંગ છે.
*બોક્સ..*
*સરકાર નુકશાની નું યોગ્ય સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂતો ની માંગ છે.*
કમોસમી વરસાદ અને વાવાઝોડા થી ખેડૂતો પશું પાલકો છેલ્લા એક વર્ષ થી નુકશાન ભોગવી રહ્યા છે..કુદરત નાં કહેર સામે ખેડૂતો લાચાર બન્યા છે..જેમના ઘર નાં પાતરા ઉડી ગયા છે તે લોકો ઘર વિહોણા થઇ ગયા છે..એમની જોડે એટલા પૈસા નથી કે તાત્કાલિક ઘર બનાવી શકે.ખેડૂતો ખેતરો માં પશું શેડ ઉડી ગયા છે. છનિયાના ગામના રમેશભાઈ પટેલે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે બે મહિના પહેલા 14 લાખ નાં ખર્ચે પશું શેડ તેમજ ઘાસચારા માટે ગોડાઉન બનાવ્યું હતું જે તમામ વાવાઝોડા માં નુકશાન પામ્યું છે.. પત્રા ઉડી ગયા છે ઘાસચારો પલળી ગયો છે. .ત્યારે વિકાસ વિકાસ ની વાતો કરતી સરકારે હાલ નાં સમયે ગરીબો નો સહારો બનવું જોઈએ .આ મુશ્કેલ ઘડી નાં સમયે જે લોકો પશું પાલકો ખેડૂતો ને નુકશાન થયું છે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર આપવું જોઈએ તેવું લોકો માંગ કરી રહ્યા છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


