Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે મંડપ ઉડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠાના વાવ પંથકમાં ફરીથી વરસાદ વરસ્યો છે. કુંડાળીયા, રાધા નેસડા, માવસરી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સરહદી વિસ્તારમાં બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમ રાખનારને ભારે નુકસાન પહોંચ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડ્યો હતો. મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો હતો. ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડતા મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે દોડધામ મચી હતી. રસોઈ સહિત વાનગીઓ પણ વરસાદથી બગડી ગઇ હતી. વાતાવરણમાં પલટો આવતા ધોળા દિવસે ધાનેરામાં અંધારપટ્ટ છવાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જાેવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *