Gujarat

બમ બમ ભોલે…. જય ગિરનારીના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું  

બમ બમ ભોલે…. જય ગિરનારી નાદ સાથે ભવનાથ મંદિર પર સાધુ-સંતો પદાઅધિકારીઓને અને અધિકારીઓના હસ્તે વિધિવત ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

        ચાર દિવસીય મહાશિવરાત્રીના મેળામાં આજે ભવનાથ તીર્થક્ષેત્રના હરિ ગીરીજી મહારાજ, ઈન્દ્રભારતી બાપુ, શ્રી મુક્તાનંદ બાપુ, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશ કોટેચા, ઈન્ચાર્જ જિલ્લા સમાહર્તા શ્રી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર શ્રી એલ. બી. બાંભણીયા, મેળા અધિકારી  ભૂમિબેન કેશવાલા, સહિતના સાધુ – સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ભવનાથ મંદિર પર ધ્વજા રોહણ વિધિમાં જોડાયા હતાં.

        ધ્વજા રોહણ પૂર્વે ભવનાથ મંદિર ખાતે  ઉકત સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓએ પૂજન-અર્ચન કર્યું હતું

        આ પ્રસંગે ભવનાથ તીર્થક્ષેત્રના શૈલજાદેવી, મહાદેવગીરી બાપુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા શ્રી કિરીટભાઈ ભીંભા, નગર સેવક શ્રી એભાભાઈ કટારા, અગ્રણી સર્વશ્રી પુનિતભાઈ શર્મા, ભાવેશભાઈ વેકરીયા, યોગી પઢિયાર સહિતના સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ મેળાની પ્રારંભ વિધિમાં સહભાગી થયા હતા.

shivratri-prarambh4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *