Gujarat

  બરોડા ડેરીના વિવાદને લઇને છોટાઉદેપુર જીલ્લાના દૂધ ઉત્પાદકોમાં રોષ, બોડેલી ખાતે મોટી સંખ્યામાં દૂધ મંડળીના આગેવાનોએ જિલ્લાના ધારાસભ્યોને આવેદન આપી જિલ્લાની અલગ ડેરીની કરી માંગ, વડોદરા જિલ્લાના સ્વાર્થી રાજકારણનો બરોડા ડેરી ભોગ બનતી હોવાનો કર્યો આક્ષેપ

બરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો છે અને હવે છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકો વિવાદને લઈ રોષે ભરાયા છે , છોટાઉદેપુર જિલ્લામાં 450 જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ આવેલી છે જેના મારફતે બરોડા ડેરીમાં 50 ટકા જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લાથી ભરવામાં આવે છે. બરોડા ડેરીમાં અવાર નવાર વિવાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના સભાસદોએ છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અભેસિંહ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદન પત્ર પાઠવી છોટાઉદેપુર જિલ્લામાં અલગ ડેરીની માંગ કરી છે. દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે કોઇ પણ મુદ્દે વાસ્તવિકતા જાણ્યાં વગર માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે બરોડા ડેરીને છેલ્લા ત્રણ વર્ષથી નિશાન બનાવાઇ રહી છે. તમામ પ્રકારના ઉપદ્રવો વડોદરા જીલ્લાના અને તેમાય ખાસ કરીને સાવલી વિધાનસભા વિસ્તાર માંથી ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. હાલના સ્થિતિ એ ચાલુ રહે તો બરોડા ડેરીનું ભવિષ્ય જોખમમાં લાગે છે અને તેના કારી છોટાઉદેપુર જીલ્લાનો દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સહન કરવાનું આવશે તેવું લાગી રહ્યું છે.
તો બીજીતરફ ધારાસભ્યોએ દૂધ ઉત્પાદકોની રજૂઆતને ધ્યાને લઈ આગળ પહોંચાડવાની ખાતરી આપી છે વધુમાં ધારાસભ્ય મુજબ પ્રશ્નો ઉભા કરનાર અને ઉકેલ લાવનાર બન્ને અંદરના જ છે એટલે ઘી નું ઠામ ધી માં પડે તેવા પ્રયાસ કરવાની વાત કરી છે અને હાલ બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપ પ્રમુખ જી.બી.સોલંકી છોટાઉદેપુર જિલ્લાના હોઈ અહીંના સભાસદોની લાગણી તેમની સાથે હોવાનું પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230220_161417.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *