મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ બોભા બહુચરધામ ખાતે જયશ્રી બહુચર માતાજી સોલંકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ અને સમુહ બાળાવાળ ચૌલ સંસ્કાર વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બહુચરધામ ખાતે માતાજીના દર્શન પૂજા અર્ચના અને નવચંડી યજ્ઞમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.
જ્યારે નવચંડી યજ્ઞમાં એકાવન યજમાનો એ પૂજા અર્ચના વિધિમાં પાટલે બેસી ભક્તિભાવ પૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી હતી.
સાથે સાથે એકત્રીસ બટુકો પણ સમુહ ચૌલ સંસ્કાર વિધિમાં જોડાયા હતા.
જયશ્રી બહુચર માતાજી સોલંકી સમાજ સેવા ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો તેમજ સમાજ આગવાનો સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ નવચંડી યજ્ઞ તેમજ સમુહ ચૌલ સંસ્કાર વિધિને ભક્તિભાવ પૂર્વક સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે બહુચરધામ ખાતે હજારોની સંખ્યામાં સોલંકી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.


