Gujarat

બાગાયતી ખાતાની વિવિધ યોજના – પાકોના નિકાસલક્ષી કામગીરીથી ખેડૂતોને માહિતગાર કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામક શ્રી જૂનાગઢ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાળાના સંયુક્ત ઉપક્રમે માળિયાહાટીના તાલુકાના મોટી ધાણેજ અને માણાવદર  તાલુકાના નાનડિયા ગામ ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય, યોજનાઓ બાગાયતી પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી પાકોમાં મસાલા પાકો, શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ તથા નાળિયેરીમાં સફેદ માખી ઉપદ્રવના નિવારણ અને બાગાયતી પાકોના નિકાસલક્ષી કામગીરીમાં ખેડૂતોને લાભાન્વિત કરવા અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને બાગાયતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *