Gujarat

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૩૧ મે સુધી ઓનલાઇન અરજી કરી શકશે

જૂનાગઢ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા તારીખ ૩૧/૫/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે

રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં બાગાયત વિભાગની  વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાઓનો લાભ ખેડૂતો ઘર આંગણે જ સરળતાથી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૪  માટે આઇ ખેડૂત પોર્ટલમાં તા.૩૧/૫/૨૦૨૩  સુધી ઓનલાઇન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

 કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાય, પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ), ફળ પાકો, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય, પપૈયા, કેળ (ટીસ્યુ), ટીસ્યુ ખારેકની ખેતીમાં  સહાય, હાઇબ્રીડ બિયારણ (શાકભાજી વાવેતરમાં), બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાકા, પેકિંગ મટેરિયલમાં સહાય, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, પાવર  નેપસેક સ્પ્રેયર, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધીય/સુગંધિત પાકોના વાવેતર અને ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ,કોમપ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલેપેન્ટ કાર્યક્રમ, ટુલ્સ ઈકવીપમેન્ટ, (વજન કાંટા, શોર્ટીંગ /ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટસ)  નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે, પોલી હાઉસ (નેચરલી વેન્ટિલેટેડ) નળાકાર સ્ટ્રક્ચર માટે, નાની નર્સરી (એક હેક્ટર) વગેરેમાં તેમજ મધમાખી ઉછેરને લગત તમામ યોજનાઓ સરકાર તરફથી મળતી આર્થિક સહાયનો લાભ લેવા માંગતા તમામ ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ  ૭-૧૨,૮-અ, જાતિના દાખલા આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષિ ભવન, નીલમબાગ, તાલુકા સેવાસદનની બાજુમાં જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ ના સરનામે પહોંચાડવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *