Gujarat

બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી માંગરોળ ખાતે નાળિયેરના રોપાના વેચાણ બાબત

ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઇબ્રીડ ટીXડી  નાળિયેરના રોપાનું વેચાણ હાલમાં ચાલુ છે.

 આથી જે ખેડૂત મિત્રોને નાળિયેરીના રોપાની જરૂરિયાત હોય તેઓએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ ,પોરબંદર રોડ, માંગરોળ ખાતે રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. દેશી નાળિયેર  રોપ રૂ.૪૦/ રોપ  તથા હાઇબ્રીડ ટીXડી નાળિયેર રોપ રૂ. ૧૨૦/રોપના  ભાવે વહેલા ત્યાં પહેલાના ધોરણે રોપા આપવામાં આવશે. એમ બાગાયત અધિકારી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, માંગરોળની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *