*પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ની એક ઝલક માટે માનવ મેરામણ ઉમટી પડ્યું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે માઁ અંબાના દર્શને પધાર્યા હતા અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં સવારથી માનવ મેરામણ ઉમટી પડ્યું હતું.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધીરેન શાસ્ત્રીજીનું સ્વાગત ખેસ પહેરાવી અને બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધીરેન શાસ્ત્રીજી દ્વારા અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી. અંબાજી ચાચર ચોક સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન કર્યા બાદ અંબાજી મંદિર ગર્ભ ગૃહ ખાતે માતાજીની વિશેષ પૂજા અર્ચનામાં શાસ્ત્રીજી જોડાયા હતા. ત્યારબાદ ગાદી ઉપર ભઠ્ઠીજી મહારાજ જોડે તેમને રક્ષા કવચ પણ બંધાવ્યો હતો અને ગાદીપતિ ભટ્ટજી દ્વારા માતાજીનો પ્રસાદ ધીરેન શાસ્ત્રીજીને આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ધીરેન શાસ્ત્રીજી ની એક ઝલક જોવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા અને જય જય શ્રી રામ અને બોલ મારી અંબે ના નાદ થી ચાચર ચોક ગુજ્જુ ઉઠ્યો હતું.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


