બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામના ખેડુત વ્યાજ ના ચક્કરમા ફસાઇ ગયેલ હોય જે વ્યાજ ની રકમ ચુકવવા માટે પોતાની કીડની વેચવા ની મંજુરી માગતી અરજી કરતા તે અરજદાર નો તાત્કાલીક સંપર્ક કરી ફરીયાદ લખી લઇ ગણતરીના કલાકોમાં આરોપી ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ
દિપક કનૈયા બાબરા
હાલમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોર નાબૂદી ઝુંબેશ શરૂ હોય, જે અનુસંધાને માનનીય ડી.જી.પી.સાહેબશ્રી, ગાંધીનગરનાઓ દ્વારા વ્યાજખોર નાબુદી કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અંગે ભાવનગર રેન્જ આઇજીપ, શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિનકરામ સાહેબ તથા શ્રી કે.પી.નારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરલી જિનામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકદરબાર ભરી લાયસન્સ વિના તેમ તેમજ ઉંચા વ્યાજ દરે નાણા ધીરધાર કરનાર ઇસમો વિરૂધ ફરીયા કરવા જાવેલ હોય, જે સૂચના અન્વર્ય બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરીના દ્વારા લોક દરબાર ભરો લોકોને જાગૃત કરત અને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કરીયાદી ઘોટાભાઇ ગોબરભાઇ ગજેરા નાઓએ આવી ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમ વિરૂધ્ધ ફરીયા કરતા ગુન્હો રજૂ કરી ગણતરીના કલાકોમાં વ્યાખોર ઇસમ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરતી બાબરા પોલીસ ટીમ.
ગુન્હાની મુખ્ય હકિકત આ કામની હકીક્ત એવી છે. આ કામના આરોપીઓએ ફરીયાદી ને વ્યાજ થી રૂપીયા આપેલ જે વ્યાજ તથા મુળ રકમ ફરીયાદી આરોપીઓ ને મુકવી શકેલ નહી અને ફરીયાદીએ વ્યાજની રકમ ચુકવવા સારુ પોતાની કીડની વેચવાની મંજુરી માંગતી અરજી કરેલ હોય તેમજ ફરીયાદીને આ કામના આરોપીઓએ મૃત્યુ ના ભયમાં મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજ તથા મુદળ રકમ ની પાણી પાણી કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદ કરી ગુન્હો આચરેલ છે.
ગુન્હામાં પકડાયેલા આરોપીની વિગત-
કાન્તીભાઇ લવાભાઇ રાદડીયા ઉ.વ.૬૦ ધંધો ખેતી રહે. કોટડાપીઠા તા બાબરા જી. અમરેલી
ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓની વિગત
(૧) સતુભાઇ મહેન્દ્રામાઇ વાળો રહે. કોટડાપીઠા
(૨) ભરતભાઇ બાબભાઇ પટગીર સહે કોટાપીઠા
(૩) ગઢવીભાઇ રહે. જસદણ
(૪) અનકભાઇ પટગીર રહે કોટડાપીઠા
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્રારા કરવામાં આવેલ છે.



