Gujarat

બાબરા લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાની સફળ રજુઆત

ધારાસભ્યશ્રી જનક તળાવીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે રજૂઆત કરાઈ હતી*
( બાબરા નગરપાલિકા વિસ્તારમાં ૧૬૩ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે )
બાબરા નગરપાલિકા વિસ્તારમાં આવતા લોકો દ્વારા વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની અરજીઓ કરવામાં આવેલ હતી, જે યોજના થકી બાબરા તાલુકાનો આવાસ નો લક્ષ્યાંક 388 જેટલો હતો. પરંતુ અત્યાર સુધીમાં ખાલી 29 જેટલા જ આવાસો મંજૂર થયેલ હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાની રજૂઆત ભુપતભાઈ જે બસીયા ચેરમેનશ્રી નગરપાલિકા બાબરા દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને કરાતા, પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મુલાકાત કરી લાઠી બાબરા દામનગર નગરપાલીકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વધારેમાં વધારે લાભ મળે તેવી રજૂઆત કરાતા બાબરા શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં 163 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાન મંજુર થતા જનસેવક ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બાબરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ મંજૂર હતા બાબરા નગરપાલિકા તેમજ બાબરા શહેરના રહીશો દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ હૃદય પૂર્વક જનકભાઈ તળાવીયા આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )

IMG-20230107-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *