Gujarat

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુંશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ

સુરત
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુંશ્યામ મંદિરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રદ્દ કરીને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફાઈવ સ્ટાર હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબાર યોજ્યો હતો. સુરતમાં આયોજન કરનારાઓ માટે ફાઇવ સ્ટાર હોટલમાં દરબાર યોજવામાં આવ્યો હતો. ગરીબ ભક્તોને ભૂલી અમીરોને દર્શન આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી હોટલમાં પહોંચ્યા હતા.એટલું જ નહીં ફાઈવ સ્ટાર હોટલના દરબારનું કવરેજ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મોટી મોટી વાત કરનાર આયોજકો ફોન બંધ કરવા લાગ્યા હતા. ધર્મની સેવાની વાત કરનાર બાબા સુરતમાં દાન લેવા તૈયાર થયા હતા. અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તે દાન લેવા નથી આવ્યા, કોઈ આપશે તો લઈશ.બાબા સાથે પેઈડ મુલાકાતનો જ્યોતિર્નાથ મહારાજે આરોપ લગાવ્યો હતો. ઉદ્યોગપતિઓ સાથેના દરબારને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભક્તો ખાટુંશ્યામ મંદિરમાં રાહ જાેતા રહ્યા અને ઉદ્યોગપતિઓએ દર્શન આપવા બાબા પહોંચ્યા હતા. બાબાનો કાર્યક્રમ રદ થતા અનેક લોકો અકળાયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે મોડા સુધી વિશ્રામ કરતા હોવાના કારણે કાર્યક્રમમાં વિલંબ થઇ હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *