બારડોલી
કોસંબા પોલીસે દાદરી ફળિયા વિસ્તારમાં રેડ કરી જાહેરમાં પટ્ટા પાના પર પૈસા વડે હારજીતનો જુગાર રમતા જુગરીઓને ઝડપી પાડ્યા છે. ૫ જુગારીઓની અટક કરી તમામ પાસેથી ૪ લાખ ૫૪ હજાર ૨૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ મથકના અ.પો.કો હિમાંશુ રશ્મિકાંતલાલનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કોસંબાનાં દાદરી ફળિયામાં અમુક લોકો જાહેરમાં પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યાં છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને સ્થળ પર જુગાર રમી રહેલા એઝાંઝ આલમ અબ્દુલ કાદર મુનસી, ઇબ્રાહિમ ઇસ્માઇલ શાહ, કમલેશ બાલુ સોલંકી, નાઝીમ ઇમામ શેખ અને ઇરફાન કાસમ શેખની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પરથી દાવ પરની રોકડ, અંગઝડતીની રોકડ, ૩ મોબાઇલ ફોન અને ૪ ગાડીઓ મળી ૪ લાખ ૫૪ હજાર ૨૦નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
