બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનુ સંતો-મહંતો, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી , બોટાદ જિલ્લા કલેકટર ડો.જોન્શી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બદાનીયા,બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ આગેવાનો સહિત અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહના બોટાદ પ્રવાસ થી બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


