બોટાદમાં મંગળવારે વિના મુલ્યે વિકલાંગતા નિદાન અને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાશે. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ – પાટણ સંચાલિત ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ,નવી દિલ્હી અનુદાનિત બોટાદ શહેરમાં તા.૧૪-૩ ને મંગળવારે સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી બોટાદ શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની વાડીમાં રાખવામાં આવેલ વિના મુલ્યે વિકલાંગતા નિદાન અને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ્પમાં જરૂરી આધાર પુરાવાઓ સાથે હાજર રહેવું. ત્રણ વર્ષ દરમ્યાન સરકારશ્રીની ADIP થવા અન્ય કોઈ સાધન સહાય યોજનામાં લાભ લીધેલ લાભાર્થીને સાધન સહાય મળવાપાત્ર રહેશે નહિ. જરૂરિયાતવાળા દિવ્યાંગોને ટ્રાયસિકલ, વ્હીલચેર, જયપુરી ફુટ, કેલિપર્સ બગલ ઘોડી,વોકર, સ્ટીક વગેરે સાધનો વિના મુલ્યે આપવામાં આવશે. કેમ્પમાં આવનાર વિકલાંગો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે . મો.૯૪૨૭૫૪૬૩૯૧. આ નબર સંપર્ક કરી શકાય છે. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)
