Gujarat

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન ખેડૂત શિબિર યોજાઈ.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન ખેડૂત શિબિર યોજાઈ.

આજ તા.09/05/23 ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા સાહેબ એ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા સાથે જિલ્લા માંથી જે.ડી.વાળા, નાયબ બાગાયત નિયામકશ્રી, આર.એફ. વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જયેશભાઇ કહોદરિયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા તથા બીઆરએસ કોલેજ ગઢડાના આચાર્ય શ્રી લાલજીભાઈ વગેરે અધિકારીઓએ પ્રાકૃતિક કૃષિના દરેક આયામો અને બાગાયત સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાથે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. આ તાલીમ શિબિર મા રળીયાણા ગામના તેમજ આસપાસના ગામોના ખેડૂત માસ્ટર ટ્રેનરો રેખાબેન, યોગેશભાઈ ડેર તેમજ મહેન્દ્રભાઈ એ પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવોનું આદાન પ્રદાન કરી બીજા ખેડૂતોને આ પ્રાકૃતિક કૃષિના મહા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. સમગ્ર તાલિમ શિબિરના આયોજન માટે સ્થાનિક અગ્રણી કરશનભાઈ, વિસ્તરણ અધિકારી અમીબેન, આત્મા પ્રોજેક્ટના ખટાણા ભાઈ, ગ્રામસેવક સંજયભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230509-WA0020-2.jpg IMG-20230509-WA0019-1.jpg IMG-20230509-WA0018-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *