બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ દેહણ જગ્યા પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ પટેલ એ દર્શન કરી મહામંડલેશ્વર નિર્મળાબા ના આશિર્વાદ લીધા.આ સમયે રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ સોલંકી,રાણપુર માર્કેટીંગ યાર્ડ ના પ્રમુખ કિશોરભાઈ ધાધલ,મહામંત્રી હરપાલસિંહ ઝાલા તેમજ જિલ્લાના તમામ હોદેદારો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ દ્વારા નવનિયુક્ત પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું સૌ એ આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો…..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


