Gujarat

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર સર્કલ પાસે આવેલ એન્ગલમાં ઇકો ગાડી ફસાઈ જતા ટ્રાફિક જામના દૃષ્યો સર્જાયા હતા જયારે લોકોએ એન્ગલમાંથી ઇકો ગાડીને બહાર કાઢી હતી 

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર સર્કલ પાસે એન્ગલના કારણે વારંવાર વાહનો ફસાવાના બનાવો બન્યા છે  ત્યારે આજે શુક્રવારે અલીપુરા ચાર રસ્તા પર એક ઇકો ગાડી પસાર થતી હતી તે દરમિયાન સર્કલ પાસે એન્ગલમાં ઇકો ગાડી ફસાઈ હતી  જેને લઇ ટૂંક સમય માટે  ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતા જયારે આસપાસના લોકોએ ગાડી ને જોતા લોકો એકત્ર થઇ ફસાયેલી ગાડીને ઉંચકી એન્ગલ માંથી બહાર કાઢી હતી અત્રે ઉલ્લેખનીય છે અલીપુરા ચાર રસ્તા સતત રાત દિવસ વાહનોથી ધમધમે છે ત્યારે એન્ગલના કારણે અગાઉ પણ વારંવાર વાહનો ફસાવાના બનાવો બન્યા હતા તેમ છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. હજુ પણ વાહન ફસાઈ કે વાહનને નુકસાન થાય તે પહેલા વાહન ચાલકો સહિત રાહદારીઓના હિતમાં તંત્ર દ્વારા વહેલી તકે આ એન્ગલને દૂર કરે તે ખુબ જરૂરી બન્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230218-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *