Gujarat

બોડેલીના અલીપુરા ચોકડી સર્કલ ના બાંધકામ પર  લગાવવામાં આવી રોક 

અલીપુરા સર્કલના નવીનીકરણનું કામ માર્ગ અને મકાન વિભાગની નોટિસથી અટકી ગયું જાહેર સ્થળો કે રસ્તા વચ્ચે કોઈ પણ બાંધકામ કરવું નહિ તેવા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની નોટિસ

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર સર્કલ ઉપર ચાલતી કામગીરીમાં વિવાદ ઉભો થાય તેવો માહોલ સર્જાતાં આર એન્ડ બી વિભાગે પંચાયતને સર્કલની કામગીરી ન કરવા માટેની કડક સૂચના આપીને સ્થળ પર પણ નોટિસ લટકાવી દીધી છે.

ઉલ્લેખનીય છે, કે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર नु સર્કલ હંમેશા વિવાદોમાં રહ્યું છે. નાના માંથી મોટું બનાવ્યું પછી ફરી નાનું બનાવ્યું અને ત્યાર પછી પણ નવો આકાર અપાયો છે. છતાંય ત્યાં વાહનો અથડાય છે અને ફસાય છે. સર્કલ માટે જેટલી દરકાર લેવાય છે તેટલી દરકાર આજુબાજુ નડતર રૂપ દબાણો હટાવવા કરાય તો પ્રશ્ન હલ થાય તેમ છે. પણ દબાણો માટે સૌ જવાબદાર વિભાગ મૌન છે. સર્કલ પર અત્યારે બ્યુટીફીકેશન નુ કામ ચાલી રહ્યું છે માર્ગ અને પ્રકાન વિભાગે કત સશોભન પ્રાટે કામ બાંધકામ પૂરજોસમાં ચાલતું હતું ત્યારે માર્ગ અને મકાન વિભાગે પંચાયતને નોટસ આપીને કામ બંધ કરવા માટે કહ્યું હતું અલીપુરા સર્કલ નું કામ બંધ થતા બોડેલી નગરમાં ચર્ચા નો વિષય બની ગયો હતો બોડેલીના અલીપુરા ચોકડી સર્કલ ના બાંધકામ પર  માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોક લગાવવામાં આવી હતી

ઇમરાન મન્સૂરી બોડેલી

IMG-20230413-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *