બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગોદુ ફળીયામા ઘર આંગણે રીવસૅ કરતા મારુતિ વાનમાં શોટૅ સર્કીટના કારણે આગ લાગતાં વાન બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે બીજા બનાવમાં ગામની નજીકના ખેતરમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે બંને બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી પ્રાપ્ત માહિતી મુજબ જબુગામના રજપૂત ફળિયામાં રહેતા હાર્દિક છત્રસિંહ રાઠવાને ત્યાં મહેમાન તરીકે છોટાઉદેપુરથી આવેલા નિલેશભાઈ રાઠવા પોતાની મારુતિ વાન કારને રાતના નવ વાગ્યાના સુમારે રીવસૅ કરતા શોટૅ સર્કીટના કારણે અચાનક વાનમાં આગ લાગી હતી સદનસીબે ગાડી ઉભી રાખી નિલેશભાઈ નીચે ઉતરી ગયા હતા ગાડીમાં ભયાનક આગ લાગતાં નાસભાગના દ્શ્યો સજૉવા સાથે જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે ગાડીની આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આગ કાબુમા આવી ન હતી ગાડીમાં સીએનજી કીટ હતી મારુતિ વાન સળગવાની ધટનામા બોડેલી એપીએમસીના ફાયર ફાઈટરને બોલાવવામા આવ્યું હતુ જોકે તાત્કાલિક બોડેલી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તુરંત ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યાં સુધીમાં વાન બળીને ખાક થઈ ગઈ હતી.બીજા બનાવમાં વિધિની વક્રતા એજ રાતના ૯.૩૦ કલાકે જબુગામના સંજયસિંહ ભદ્રસિંહ દેશાઈના ખેતરના શેઢા પરના વાંસના બંબુઓ બળી ગયા હતા જોકે વાનમાં લાગેલ આગને બુઝાવવા આવેલ બોડેલી એપીએમસીના ફાયર ફાઈટરને બોલાવી પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

બોડેલીના જબુગામ ખાતે મારુતિ વાન અને ખેતરમાં અચાનક આગ લાગતા દોડધામ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

