Gujarat

બોડેલીના નર્મદા મુખ્ય નહેર પર બનેલા ઓરસંગ એકવેડકટના ફાઉન્ડેશનનું રીસ્ટોરેશન કરવા માટે ₹29 કરોડના ખર્ચે એક રચના કરવામાં આવી

બોડેલીના નર્મદા મુખ્ય નહેર પર બનેલા ઓરસંગ એકવેડકટના ફાઉન્ડેશનનું રીસ્ટોરેશન કરવા માટે ₹29 કરોડના ખર્ચે એક રચના કરવામાં આવી હતી. ઓરસંગ નદી પટમાં ફાઉન્ડેશનને પુનઃસ્થાપન માટે બનાવેલું આ માળખું પહેલા જ વરસાદમાં, પહેલા જ નદીના પૂરમાં ધોવાયને ધ્વસ્ત થઈ ગયું હતું.ત્યાર પછી સતત આ એકવેડકટનું ફાઉન્ડેશન છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટ્ટી અને મધ્ય ગુજરાત માં સતત ચર્ચા વિષય બની ગયું હતું. આ ફાઉન્ડેશનની રચના ધોવાણ થતાં હવે બીજા 33 કરોડ રૂપિયા ખર્ચીને નવું માળખું બનાવવાની યોજના તૈયાર થઈ છે.જેનું ટેન્ડર 15 મી જાન્યુઆરીના રોજ અપલોડ કરી દેવાયું છે. 15 મી ફેબ્રુઆરીના રોજ આ ટેન્ડર ખુલશે અને નવું માળખું બનાવવા માટે નવી એક કોન્ટ્રાક્ટર એજન્સી બોડેલીના ફાઉન્ડેશનની રેસ્ટોરેશનની કામગીરી કરવા કામે લાગશે. ટેન્ડર પે ટેન્ડર નો આ વિષય હવે નર્મદા તંત્ર પૂરતો સીમિત રહ્યો નથી. પરંતુ છોટાઉદેપુર ની પ્રજાની સલામતી માટે પણ મહત્વનો મુદ્દો હોય અત્રેના રાજકીય ફલક પર પણ સતત ચિંતાનો વિષય બનવા લાગ્યો છે.
      કોઈપણ વિશાળ કદનું સિવિલ એન્જિનિયરિંગ માળખું બનાવવામાં આવે તે પહેલા છેલ્લા 100 વર્ષનો હાઈડ્રોલોજીકલ ડેટા તપાસીને એના અનુસંધાને સૌથી વધુ માત્રામાં વરસાદ અને પુર આવેલું હોય તેની ગણતરીઓને ધ્યાને લઈ નવા માળખાઓની રચનાની ડિઝાઇન તૈયાર કરાતી હોય છે. બોડેલીના એકવેડકટ માટે આ પ્રકારની કોઈ તપાસણી કે વ્યવસ્થા કે ગણતરી કરવામાં આવી છે કે કેમ? તે જ એક કોયડો બની ગયો છે. ઓરસંગ નદી વચ્ચે આ માળખું તૈયાર થયેલું હોય અને એક જ વરસાદમાં માળખાના તમામ હિસ્સાઓમાં મોટે ભાઈ ભંગાણ થાય તો તે બાંધકામ નબળું છે તેની સામે કેમ તપાસ કરવામાં આવતી હતી? નદીનું પૂર એક કુદરતી પ્રક્રિયા છે ઓરસંગ નદી પર આ એક માત્ર માળખું નવું બનાવવાનું છે એવું પણ નથી. બોડેલી તાલુકાનો જોજવા ડેમ જ જોઈ લો. અહીં 100 વર્ષ ઉપરાંત સમયથી ગાયકવાડ રાજા સમયનો બનાવેલો ચેક ડેમ આજે પણ અડીખમ છે.અને બોડેલી એકવેડકટના નવા બનાવેલા ફાઉન્ડેશન ના કામમાં જ કોઈ ઉણપો હોવાનું કારણ કેમ શોધવામાં આવતું નથી? કુદરતી પ્રક્રિયાને આગળ ધરી નબળા બાંધકામને છાવરવાનો પ્રયાસતો નથીને? એવા પણ સવાલો પૂછાઈ રહ્યા છે.
બોક્સ 1
નવું માળખું કેવું બનશે?
એકવેડકટના ફાઉન્ડેશન માટે નવું બનનાર માળખું તેના હાલના લેવલ કરતાં 1 મીટર સળંગ નીચું બનાવવાનું છે. ગેબીયન વોલ બનાવેલી છે તેના રબલ છુટા પાથરેલા છે તેનો ઉપયોગ કરીને પ્લમ કોન્ક્રીટથી સજ્જડ માળખું બનાવશે.જ્યાં જ્યાં રબલ પાથરેલા છે ત્યાં કોન્ક્રીટિંગ કરવાનું આયોજન છે.
બોક્સ 2
નર્મદા તંત્રે બોડેલી ઓરસંગ એકવેડકટ ફાઉન્ડેશન માટે રૂરકીના IIT ચીફ પાસે ડિઝાઇનનું માર્ગદર્શન માગ્યું!
બોડેલીના ઓરસંગ એકવેડકટ ફાઉન્ડેશન માટે નર્મદા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઉત્તરાખંડમાં આવેલી દેશની ટોપ લેવલ ની ટેકનોલોજીકલ સંસ્થા IIT,રૂરકી સાથે પત્ર વ્યવહાર કરીને માળખાને સલામત કરવા માટે માર્ગદર્શન માંગી પ્લાનિંગ કરાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230127-WA0032-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *