Gujarat

બોડેલી અલીપુરા ની અનેક સોસાયટીઓ માં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગરમી માં લોકો હેરાન

બોડેલી  અલીપુરા જેવા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં વારંવાર અંધારપટ જોવા મળી રહ્યું છે અને વારંવાર ટ્રાન્સફોર્મર ના ફોલ્ટ  થાય છે અને વીજળી ના ત્રાસથી જેને લઈને અલીપુરા બોડેલી વિસ્તારની સોસાયટીના લોકો વીજળી કચેરી જઈને રજૂઆત કરી હતી
બોડેલીના અલીપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલા દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીસો ગરમીમાં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે સોમવાર ની રાત્રે  અસહ્ય ગરમીમાં વીજડૂલ થતાં આકડાયેલા સોસાયટીના રહીશોએ વિજ કચેરી પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી બોડેલી વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે વીજ પુરવઠાની માંગ વધી છે જોકે મોટાભાગના ઘરોમાં સિંગલ ફેજ કનેક્શન હોય અને દરેક રૂમમાં એસી ચાલતા હોય ત્યારે ડીપી પર ધડાકા થાય તછે ઓવરલોડ થવાને લીધે વીજ ટ્રીપ થતી હોય છે બોડેલી ડીપી પર ધડાકા થયા તેવા અહેવાલો વચ્ચે અલીપુરાની અનેક સોસાયટીઓ માં રાત્રે અંધાર પટ છવાયો હતો અસહ્ય ગરમીમાં વીજ ડુંલ થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વીજ કચેરી પર એકત્ર થઈને રજૂઆત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230531-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *