Gujarat

બોડેલી એમડીઆઇ ખત્રી વિદ્યાલય માં હર્ષોલ્લાસ પૂર્વક વાર્ષિક ઉત્સવની ઉજવણી        

આજરોજ બોડેલી એમડીઆઈ ખત્રી વિદ્યાલયમાં અનેરા ઉત્સાહ સાથે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ  અધિકારી ક્રિષ્નાબેન પંચાણી સાહેબ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઇમરાન સોની સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગામી સમયમાં આવનાર બોર્ડની પરીક્ષાઓમાં સફળતા મેળવવા આહવાન કર્યું હતું. જ્યારે પધારેલ વાલીગણને સમાજમાં શિક્ષણની જાગૃતિ લાવવા કયા પ્રકારના પ્રયાસ થઈ શકે તેની વિશેષ માહિતી પૂરી પાડી હતી આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, ઉત્કૃષ્ટ દેખાવ તથા પોતાની સુષુપ્ત શક્તિઓ દ્વારા કરેલ શક્તિ પ્રદર્શન દ્વારા શાળાને ખ્યાતી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર, પ્રમાણિક વિધાર્થીઓ તથા પરીક્ષાઓમાં પ્રથમત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને બેસ્ટ ટીચર બારીયા દર્શિકબેન, પઠાણ સલમાન સાહેબ નું  શાળા સંચાલક મંડળ આચાર્યશ્રી દ્વારા સન્માન કરાયું હતું.શાળાના દાતા તરીકે કે.કે.બ્રધર્સ,કે.બી. બ્રધર્સ,સુખી પરિવાર તથા મનસુરી ફઝલભાઈ અગ્રેસર રહેતા હોય તે માટે ખત્રી વિદ્યાલયના આચાર્યશ્રી યુ.વાય. ટપલા સાહેબે દાતાશ્રીઓનો અંત:પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.પ્રોગ્રામમાં સમગ્ર સંચાલન ખત્રી સાનિયા, ખત્રી બુશરા અને મનસુરી આસીયાએ કર્યું હતું.  મનસુરી મારીયા એ વિદાય વક્તવ્યથી ઉપસ્થિત જનનીને ભાવુક  કરી  હતી અંતે એમડીઆઈ પ્રાથમિક શાળા ના આચાર્ય શેહનાઝબેન દ્વારા આભાર વિધિ કરવામાં હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230217-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *