Gujarat

બોડેલી એસટી ડેપો બહાર હાઇવે રોડ ની બંને તરફ પર બમ્પ મૂકવા લોકમાગ 

બોડેલી શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રોડ ઉપર ડેપો ના ગેટ આગળ હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે. મોટા વાહન ચાલકો તેમના વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે અને બસ ત્યાંથી વળાંક લે છે ત્યાં અકસ્માત સર્જાય છે આ રોડ ઉપર બમ્પ મૂકવા માટે લોકોની રજૂઆતો છે
બોડેલી શહેરમાંથી સ્ટેટ હાઇવે રોડ પસાર થાય છે. આ હાઇવે રોડ ઉપર સતત દિવસ રાત પૂર ઝડપે વાહનો પસાર થાય છે બસસ્ટેશન ગેટની બહાર રોડને બંને તરફ નાના બમ્પ મુકવા માટે લોકોની રજૂઆત છે. આ રોડ ઉપરથી હાલોલ  તરફથી આવતા પુર ઝડપે વાહનો આવતા હોય છે જેના કારણે અકસ્માતો વધારે થાય છે બોડેલી અલીપુરા માંથી પસાર થતા આ સ્ટેટ હાઇવે  રોડ ઉપર બમ્પ મુકવા જોઈએ બમ્પ મુકવા થી વાહનચાલકો તેમના વાહનોની ઝડપ ધીમી કરીને શહેરમાંથી પસાર થાય અને અકસ્માત બંધ થાય તેમ છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગે સત્વરે બમ્પ મુકવા યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230310095250.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *