ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે શાળાના પ્રમુખ ફિરોજભાઈ ખત્રી ની અધ્યક્ષતામાં તથા શાળામાં પધારેલ મુખ્ય મહેમાન તરીકે મોહમ્મદ શફી લોખંડવાલા (U.
S.A.) કે તેઓ ભારતના વડાપ્રધાનો મહામહિમ રાષ્ટ્રપતિઓ તેમજ અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી. ફોર્ડ,જનરલ મોટર જેવી કંપનીઓએ તેમના લાભ લીધેલ હોય ત્યારે આ પ્રસંગે પોતાના મૂલ્યવાન સમય ફાળવી શાળાના આંગણે પધારી પોતાની આગવી શૈલી માં બાળકોને શિક્ષણની મહત્તા વર્તમાન આધુનિક યુગમાં આપણે કયા પ્રકારે કદમથી કદમ મેળવીશું અને બાળકોમાં શિક્ષણ પ્રત્યેની ઝંખના વિકસે તેની સમજ પૂરી પાડી હતી. જ્યારે બીજા સેશનમાં વ્યાપારી, નોકરિયાત, શિક્ષિતવર્ગ ને આમંત્રિત કરી ઉપસ્થિત તાલીમ નો લાભ લેનાર મહેમાનોને મુહંમદ શફી લોખંડવાલા સાહેબ દ્વારા કુદરતની પ્રભુત્વતા તેના ઉપકારો. જીવનમાં શિક્ષણનું મહત્વ અર્થતંત્રનો ઉદ્ભભવ અને વિકાસ જીવનમાં તેની ઉપયોગીતા તથા નાગરિકોની જાગૃકતા વિશે વિશેષસમજ પૂરી પાડી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા ની સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારી શકિત નું ઉદાહરણ પૂરું પાડતા શિક્ષિકા સીમાબેન તુરાબ એ કર્યું હતું આ સાથે શાળાની એક.આર. ખત્રી બુશરા હમીદ દ્વારા આભાર વિધિ કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


