જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર બોડેલીમાં 500 ખેડૂતોએ ચણા નું વેચાણ કરવામાં આવશે
બોડેલી એપીએમસીમાં ગુજકો માસોલ અને નાફેડ દ્વારા ચણા ની ખરીદી ટેકા ના ભાવ 5335 થી કરવામાં આવી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, એપીએમસી ચેરમેન શિવ મહારાઉલ, સહકારી આગેવાન દીપેશ શાહ, વાઈસ ચેરમેન કૌશિક પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા માં 500 જેટલા ખેડૂતોએ ચણા ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બજાર કરતા વધુ ભાવ ચણા ના અપાતા હોય ખેડૂતો એ લાભ લેવા જણાવ્યું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


