બોડેલી ની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ એ વર્ષોથી દર્દીઓને સફળતાપૂર્વક ઓપરેશન અને દર્દીઓની સારવાર માટે હંમેશા અગ્રેસર હોય છે હોસ્પિટલના સ્ટાફની પણ ખૂબ સારી કામગીરી જોવા મળી રહે છે ત્યારે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ત્રણ કિલોગ્રામ ની ગાંઠ સફળતાપૂર્વક ડોક્ટર પ્રિયમ પંડ્યા અને ડોક્ટર રાહુલ રાઠવા દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી
હાથીખાના ની આદિવાસી મહિલા ને કેટલા મહિનાથી પેટમાં અસહ્ય દુઃખાવો રહ્યાં કરતો હતો. પેટ ફૂલી ગયું હતું, અને જમવા, બેસવા, ઉંઘવા સહિતની દૈનિક ક્રિયાઓમાં પારાવાર મુશ્કેલી પડતી હતી.
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં 3 kg ની અડાસનની ગાઠ નું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું સર્જરી વિભાગના તબીબોએ ઓપરેશન કરીને આદિવાસી મહિલાના ગર્ભાશયની 3 કિલોની જમ્બો ગાંઠને બહાર કાઢી અસહ્ય પીડામાંથી મુક્તિ આપી હાતી. ભારે વજનની એક ગાંઠ ને જટિલ શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢીને તબીબોએ મહિલાને નવજીવન આપ્યું છે. સાથે સાથે હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ ની પણ ખૂબકારી સારી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ આદિવાસી મહિલા બેનના પરિવારની સાથોસાથ સર્જરી વિભાગના તબીબો સમગ્ર ટીમની ખુશીનો પાર ન હતો. આદિવાસી પરિવારની મહિલાની સફળ સર્જરી થતા પરિવાર ખુશખુશાલ બન્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


