Gujarat

બોડેલી તાલુકાના રાજવાસણા થી કોસીંદ્રા વચ્ચેની હેરણ જળાશયોની કેનાલ પરના નાળા જર્જરિત તૂટેલી હાલતમાં 

બોડેલી તાલુકાના રાજવાસણા ડેમથી રાજવાસણા,મોટીઉંન,ખરેડા ગામને જોડતી હેરણ જળાશયોની કેનાલ ઉપરના નાળા જર્જરિત થઈને તૂટેલી હાલતમાં જોવા મળતા તેને તોડીને નવા બનાવવામાં આવે તેવી માંગ ત્રણ ગામોના ગ્રામજનોની ઉઠી છે.આ નાળાઓ જ્યારથી રાજવાસણા ડેમ ૧૯૫૯માં મુંબઈ રાજ્ય હતું ત્યારથી બન્યા છે હજી સુધી હેરણ જળાશય યોજનાના અધિકારીઓ ઘ્વારા આ નાળાઓનું નવીનીકરણ કે સમારકામ હાથ ધરવામાં આવેલ નથી.રાજવાસણા ગામે આવેલ નદી ફળિયાને જોડતું નાળું ગત ચોમાસામાં અનાધાર વરસાદ વરસતા એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે.નદી ફળિયાના રહીશોને અવરજવર કરવા માટે આ એકમાત્ર રસ્તો છે જે ધોવાઈ જતા રહીશો,બાળકો પોતાના જીવનું જોખમ ખેડીને પસાર થવા મજબુર બન્યા છે.ફળિયાના રહીશોનો કેનાલના અધિકારીઓ પર આક્ષેપ છે કે અધિકારીઓ કેનાલની મુલાકાતે અવારનવાર આવે છે નાળા ના સમારકામ અંગે પૂછતા તે જણાવે છે કે કામ મંજુર થયેલ છે જે આગામી સમયમાં કરવામાં આવશે.પરંતુ તે વાતને છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી.ફળિયામાંથી કોઈ બીમાર પડે તો નાળું તૂટેલું હોવાથી ૧૦૮ કે અન્ય વાહન ન આવતા ખાટલામાં ઉંચકીને રસ્તા સુધી જવું પડે છે.હેરણ જળાશયની કેનાલોના મજબૂતીકરણ માટે સરકારે માતબર રકમ ફાળવી હોવા છતાં એ રૂપિયા તંત્રએ વાપર્યા ક્યાં?તેવો સવાલ આ ત્રણ ગામોના રહીશો પૂછી રહ્યા છે.હેરણ જળાશય યોજનાની કેનાલો અને તેના પરના નાળાઓને ૬૦ વર્ષથી વધુ સમય થતા બાંધકામની આવરદા પૂર્ણ થઇ છે તેને તોડી તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ રાજવાસણા,મોટીઉંન,રાજબોડેલી અને ખરેડાના ગ્રામજનોની ઉઠવા પામી છે.હવે જોવું એ રહ્યું કે જાડી ચામડીના આળસુ તંત્રના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી ગ્રામજનોના હિતમાં કામ કરશે કે કેમ?
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230224-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *