એક જ હેન્ડપમ્પ દ્વારા મળે છે 1000ની વસ્તીને પીવાનું પાણી
વ્હેલી સવારથી જ મહિલાઓની પીવાના પાણી મેળવવા માટે કરે છે કવાયત
ગુજરાતમાંથી કચ્છ સુધી સિંચાઇના અને પીવાના પાણી પહોચાડવામા આવે છે આ નર્મદા નદી લોકોને જીવાદોરી સમાન છે. હાફેશ્વર ખાતેના વિસ્થાપિતોને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપૂરમાં વસાવવામાં આવ્યા છે.પરંતુ આખા ગુજરાત માટે જેમણે પોતાની મહામૂલી જમીનો ગુમાવી તેઓ જ પાણી માટે વલખાં મારે છે.
નર્મદા નદીમાં ડુબાણમા ગયેલ હાફેશ્વર ગામના વિસ્થાપિતો ને બોડેલી તાલુકાના કુંદનપુર પાસે વિસ્થાપિત કરવામાં આવેલ છે. પોતાની જ મહામૂલી જમીનો ગુમાવી આવનાર વિસ્થાપિતો ને જ પીવાના પાણીના ફાંફાં માત્ર 3 કીલોમીટર દૂર થી નર્મદા નહેર પસાર થાય છે પરંતુ આ વિસ્થાપિતો ને પાણી ન મળતા ગામના લોકો વલખા મારી રહ્યા છે.ગામની ભાગોળે આવેલો એકમાત્ર હેન્ડ પંપનો સહારો છે.ગામ લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
મધ્ય પ્રદેશના અમરકંટક થી નીકળી ગુજરાત થઈ નર્મદા નદી હાફેશ્વર ગામ પાસે થી પસાર થાય છે તેની ઉપર કેવડીયા ખાતે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આવેલો છે અને વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની આવેલી છે નર્મદા નદી પર ડેમ બનતા પાણી મધ્ય પ્રદેશ સુધી સંગ્રહ થાય છે તેમાં હાફેશ્વર ગામ પણ આવી જાય છે પરંતુ ગુજરાતમાંથી કચ્છ સુધી સિંચાઇના અને પીવાના પાણી પહોચાડવામા આવે છે આ નર્મદા નદી લોકોને જીવાદોરી સમાન છે. હાફેશ્વર ખાતેના વિસ્થાપિતોને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપૂરમાં વસાવવામાં આવ્યા છે.પરંતુ આખા ગુજરાત માટે જેમણે પોતાની મહામૂલી જમીનો ગુમાવી તેઓ જ પાણી માટે વલખાં મારે છે.
તંત્ર ને તેમજ નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા નર્મદા ડેમ નુ કામ પુરુ થઈ ગયા પછી કોઇ નર્મદા નિગમના અધિકારીઓ આ વિસ્થાપિતો તરફ ધ્યાન આપતા નથી. સરકાર આ નર્મદાના નીર કચ્છ સુધી સિંચાઇ તેમજ પીવા માટે પહોંચાડવામાં આવે છે. અને નર્મદાના નિર ની લહાણી કરે છે. પરંતુ નર્મદાના વિસ્થાપિતો ને જ નર્મદાના નિર થી વંચિત રાખવામાં આવતા વિસ્થાપીતોમાં રોષ જૉવા મળી રહ્યો છે.
હાફેશ્વર ખાતેના નર્મદા વિસ્થાપિતો બોડેલી તાલુકાના કુંદનપૂર ખાતે વસાવવામા આવ્યા છે વસાહતમાં 70 થી વધુ પરીવાર વસવાટ કરે છે. આશરે એક હજારથી વધુ વસ્તી ધરાવતી વસાહતમાં ચાર હેન્ડ પંપ અને વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત નળ બનાવવામાં આવ્યા છે. આ ચાર હેન્ડ પંપમાં પાણી આવે છે પરંતુ ખારું પાણી આવે છે.પીવા લાયક આ ગામમાં પાણી જ આવતું નથી. અને નલ સે જલનાં નળમાં પાણી આવતું જ નથી.આ ગામના લોકો ગામની ભાગોળે સ્મશાન આવેલું છે ત્યાં એક હેન્ડ પંપ આવેલો છે તેજ એક હેન્ડ પંપ આ ગામ લોકોને સહારો છે.ગામની મહિલાઓ વહેલી સવારથી પાણી માટે લાઈનમાં ઊભા રહે છે.એક બેડું પાણી ભરવા માટે બપોર થઈ જાય છે.સરકાર ક્યારે આ વિસ્થાપીતોને પાણી સુવિધા કરશે.
બોક્સ 1
ડુંગરો પર પાણી પહોંચાડાય છે તો અમારી વસાહતમાં કેમ નહીં?
– વર્ષાબેન . ભીલ સ્થાનિક મહિલા
આ ગામમા હેન્ડ પંપમાં ખારું પાણી આવે છે તેના કારણે ગામના લોકોને પાણી માટે ભટકવું પડે છે.સરકારે મોટા મોટા પહાડો પર પાણીની સુવિધા પહોંચાડી દીધી છે.તો આ ગામમાં પાણી માટે વલખા કેમ? સરકાર પાણીની સુવિધા વહેલી તકે કરી આપે તે જરૂરી બન્યું છે.
બોક્સ 2
નલ સે જલ ના નળ છે પણ જળ નથી!
વર્ષાબેન કે.ભીલ સ્થાનિક મહિલા
આ કુંદનપર વસાહતમાં પાણીની મોટી સમસ્યા છે.આ ગામના લોકો પાણી માટે ગામથી 1 કિમી દૂર સ્મશાન આવેલું છે ત્યાં જાય છે અને પાણી લાવે છે.ગામમા નલ સે જલ યોજના અંતર્ગત નળ છે પણ જળ નથી. પાણીની સમસ્યાને કારણે ગામમા મૂંગા પ્રાણીઓ માટે પણ પીવાના પાણીની સમસ્યા છે.
બોક્સ 3
મહિલાઓને એક કીમી દૂરથી પાણી લાવવું પડે છે
– રીમજીભાઈ ભીલ માજી સરપંચ
આ ગામમા હેન્ડ પંપ અને નળ તો છે પરંતુ પાણી જ આવતું નથી.જ્યારે મહિલાઓને ઘરના કામ કરવામાં મોટી સમસ્યા ઉભી થાય છે.જમવાનું બનાવવાનું. વાસણો ધોવા કપડા ધોવા માટે પણ 1 કિમી દૂર પાણી લેવા જવું પડે છે.
બોક્સ 4
આ ગામના લોકો પોતાની મહામૂલી જમીનો, પોતાનો સમાજ મિલકત છોડી આ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની ધરતીને પાણી મળે તે માટે બધું ગુમાયું છે. આ નર્મદા ડેમના પાણીથી આખું ગુજરાત લીલુંછમ છે.તો આ વસાહતીઓને પણ પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.જો આ ગામના લોકોને પાણી પૂરી નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


