બોડેલી સેવાસદન પાસે વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે બોડેલીના સેવાસદન પાસે કેનાલ ઉતરતા વધુ એક અકસ્માતનો ગંભીર બનાવો બન્યો હતો બોડેલી તાલુકા સેવા સદન પાસે હાઇવા ટ્રક ના ચાલકે ટ્રેક્ટરને અડફતે લેતા ટ્રેક્ટર નો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો હતો. ટેક્ટર પાવીજેતપુર તાલુકાના દેવોલિયા ગામ નુ હોવાનું જાણવા મળ્યું હતું. બોડેલી સેવા સદન પાસે વારંવાર અકસ્માત ના બનાવ બની રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર