Gujarat

બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્ર (રમઝાન ઇદ) ની ઉજવણી

બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્ર (રમઝાન ઇદ) ની ઉજવણી કરવામાં આવી હતી જયારે નગરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી એક બીજાને ઈદની મુબારક બાદી પાઠવી હતી તેમજ દેશના વિકાસ ભાઇચારા અને અમન શાંતિ માટે ખાસ દુઆ માંગી હતી આ ઉપરાંત મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની મુબારક બાદી પાઠવી
દેશભર સહિત રાજ્યમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-ઉલ-ફિત્ર (રમઝાન ઇદ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે
બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિત સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઇદ-ઉલ-ફિત્ર (રમઝાન ઇદ) ની ઉજવણી કરવામાં આવી હતી  ત્યારે આજે સવારના સમયે મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ નગરની વિવિધ મસ્જિદો માં ઈદગાહમાં ઈદની ખાસ નમાજ અદા કરી હતી તેમજ દેશના વિકાસ ભાઇચારા અને અમન શાંતિ માટે ખાસ દુઆ માંગી હતી આ ઉપરાંત મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની મુબારક બાદી પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230424-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *