Gujarat

બોડેલી ના અલીપુરા માં ઠેર ઠેર વીજ પેટી  તેમજ વીજ પોલ નમી ગયેલા નજરે પડતા લોકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે  

જયારે વીજ કચેરી દ્વારા વીજ પેટી તેમજ નમી ગયેલા વીજ પોલનું નવીનીકરણ કરવામાં અથવા યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખુબ જરૂર કરી છે
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીલ તેમજ બોડેલી નગર સહીત તાલુકામાં વીજ પેટી મોતને આમંત્રણ આપી રહી છે જયારે વીજ કચેરી દ્વારા વીજ પેટીને બંધ કરવા કોઈ પગલાં લેવાયા નથી જેને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે થોડાક સમય પેહલા ગોપાલ ટોકીજ પાસે વીજ ડીપી ખસેડી થોડી દૂર લઇ જવાની કામગીરી થઇ ધરાઈ હતી જો કે ડીપી દૂર લઇ ગયા બાદ પણ વીજ પેટી બંધ ન કરતા વીજ કચેરીની ગંભીર બેદરકારીના સામે આવી છે તદુપરાંત બોડેલી તાલુકામાં ઠેર ઠેકાણે વીજ પેટી ખુલ્લી જોવા મળી રહી છે જેને બંધ કરવા વીજ કચેરી પાસે સમય ન હોઈ તેમ લાગી રહ્યું છે જયારે બોડેલી તાલુકાના ફેરકુવા ગામની આસપાસ વીજ વાયર તેમજ વીજ પોલ નમી ગયેલા નજરે પડી રહ્યા છે જેને લઇ રસ્તા પરથી અવરજવર કરતા વાહનચાલકો તેમજ  રાહદારીઓ
માટે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તદુપરાંત બોડેલી તાલુકાના અનેક ખેતરમાં વીજ વાયરો નમી ગયા હોઈ ખેડૂતોને પણ મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે જયારે વીજ તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઇ વિવિધ સ્થળે ચકાસણી   કરી વીજ પેટી તેમજ નમી ગયેલા વીજ પોલનું નવીનીકરણ કરવામાં આવે અથવા યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખુબ જરૂર કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230324-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *