બોડેલી તાલુકાના જબુગામની સીમને અડીને પસાર થતી ઓરસંગ નદીના કેળ અને મકાઈના ખેતરમાં આજે દીપડો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી અને ગ્રામજનો દ્વારા આ દીપડાને પકડવા માટે વનતંત્રને જાણ કરી હતી જબુગામના ઓરસંગ નદીના ભાઠા વિસ્તારમાં લટાર મારતા દીપડાની વાત જારી રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ઓરસંગ પટ વિસ્તાર સહિત આવતા જતા વાહનચાલકો પણ ફફડી રહ્યા હતા ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા બોડેલી તાલુકામાં માનવભક્ષી દીપડાએ બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા જેથી લોકોના માનસપટ ઉપર દિપડાની એટલી બધી દહેશત વચ્ચે ફફડાટ ફેલાયો હતો ત્યારે આજરોજ વધુ જબુગામ નજીકના ગામની સીમમા કેળ અને મકાઈના ખેતરમાં દિપડો દેખાયો હોવાની માહિતી વનવિભાગને મળતા દીપડાની ભાળ મેળવવા સધન તપાસ હાથ ધરી છે જેમાં બોડેલી વન વિભાગના આરએફઓ બીટગાડૅ સહિતના સ્ટાફના કર્મચારીઓ દ્વારા જબુગામના આ વિસ્તારમાં તપાસ સાથે કવાયત હાથ ધરી હતી ત્યારે ફોરેસ્ટ ખાતાની મહામહેનતના અંતે સચૅ કરતાં જંગલી પ્રાણી ઝરખના પગ નિશાન સાથે નદીપટ વિસ્તારમાં ઝરખ જોવા મળ્યું હતું ત્યારે દિપડાની જગ્યાએ ઝરખ જોવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે બોડેલીના આર એફ ઓ જણાવ્યા મુજબ સૌ પ્રજાજનો અને નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે દિપડા માટે કોઈપણ જાણકારી પહેલા વન વિભાગને આપો ગામમાં વાત ફેલાય તો લોકોમાં ભય ફેલાય વન વિભાગ તપાસ કરશે તપાસ બાદ વાત ફેલાય તો વાંધો નહિ પરંતુ તકેદારીના ભાગરૂપે લોકો દ્વારા ખોટી માહિતી આપવી જોઈએ નહિ
જબુગામ ઓરસંગ કાંઠા સીમ વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ કરતાં ઝરખ નીકળ્યું હતુ તસવીરમાં ઝરખના પંજાના નિશાન સાથે ઝરખ જોવા મળે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


