Gujarat

બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર મુકવામાં આવેલ સર્કલ તૂટેલી હાલત માં સર્કલ નું રીપેરીંગ કામ થાય તે ખૂબ જરૂરી    

 બોડેલી ના ઢોકલીયા થી નસવાડી જતા ત્રણ રસ્તા પર મુકવામાં આવેલ સર્કલ પર ચારેય તરફ ના સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે સર્કલ ને ફરતે બનાવામાં આવેલ પાળી તૂટેલી હાલત માં રોડ પર પડીલી જોવા મળી રહી છે જેના પથરા રોડ પર વેખરાયેલા હોવા ને કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે વહીવટી તંત્ર દ્વવારા સર્કલ નું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી પ્રજા ની માંગ છે.
        બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર સ્ટેટ હાઇવે ને કારણે સર્કલ પર થી રોજ  મોટી સંખ્યા માં વાહનો ની અવર જવર થાય છે છેલ્લા કેટલાક દિવસ થી  ત્રણ રસ્તા પર નું સર્કલ વાહનો ની ટક્કર થી તૂટી ગયું છે સર્કલ નું રીપેરીંગ કામ ન કરવામાં આવતા  સર્કલ  ના પથ્થર રોડ પર વેખરાયેલા જોવા મળી રહ્યા છે. વીખરાયેલા પથ્થર ને કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે  તંત્ર અકસ્માત ની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર રોડ રસ્તા પાછળ કરોડો નો ખર્ચ કરે છે પરંતુ સર્કલ બનાવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે જે નવાઈ પમાડે તેવી વાત છે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સર્કલ નું રીપેરીંગ કામ કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230609-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *