Gujarat

બોડેલી ના પાટણા પાસે પૂરપાટ જતીકાર ખાડામાં પલ્ટી બે વ્યક્તિઓના મોત

બોડેલી ના પાટના પાસે હાઇવે પર કાર પલટીને ખાડા ખાબકી બે વ્યક્તિઓના થયા મોત
બોડેલીના ડભોઇ રોડ પર સાલપુરા અને પાટણા વચ્ચે વહેલી સવારે લગ્નના વરઘોડામાં માં પરત ફરી રહેલા પરિવારની કાર અચાનક પલટી હતી અને ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બે વ્યક્તિઓનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયો હતો બોડેલી એક લગ્ન પ્રસંગે શનિવારે રાતે વરઘોડો નીકળ્યો હતો જેમાં ગરરોલમાં રહેતા અને જબુગામ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા યુવક અને અન્ય એક યુવક બોડેલી થી નજીક સાલપુરા અને પાટણા વચ્ચે ની પુરપાટ પસાર થતી કારમાં સવાર હતા અને અચાનક વળાંક પાસે રેલીંગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ કાર પલટીને રસ્તો છોડીને રેલિંગ બહાર ખાડામાં જઈ પડી હતી જેમાં ચાલક સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવાન ના પિતા ને જાણ કરતા સૌ કોઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 108 ને બોલાવી હતી 108 માં બોડેલીના ત્રણેય યુવાનોને હોસ્પિટલ લવાયા હતા ત્યાંથી બે વ્યક્તિઓનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતા વડોદરા રીફર કરાયો હતો લગ્નની ખુશી લાંબો સમય ચાલી ન હતી અને પરિવારમાં માતમ છવાયો હતો બોડેલી પોલીસે અકસ્માત સંબંધી વધુ તપાસ હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230219-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *