બે દિવસથી ગરમીમાં આખી રાત જાગતા રવિશંકર રોડ, અમનપાર્કના રહીશો
અનેક વિજ ઉપકરણો ફૂકાયા!
બોડેલી મધ્યે બે દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની અક્ષમ્ય અને ઘોર બેદરકારીને કારણે વિશાળ વિસ્તારમાં વિજ પ્રવાહ સતત બે દિવસ ખોરવાયેલો રહ્યો હતો. આ અંગે ગ્રામજનોમાં અજંપો અને ઉશ્કેરાટ ફેલાયો છે.
ધાણકાવાડ, રવિશંકર રોડ, અમન પાર્ક સહિતના વિસ્તારમાં વિજ પ્રવાહ ખોવાઈ જતા અત્રે ના રહીશો કાળઝાળ ઉનાળામાં ગરમી સહન ન થતા બે દિવસ આખી રાત જાગ્યા હતા.
એક વખત લક્ષ્મી કોટન રોડ પર આવેલું ડીપી ફૂંકાઈ જતા વિજ પ્રવાહ દિવસ દરમિયાન પણ વારંવાર ખોરવાતો હતો.આખી રાત વિજ પ્રવાહ પૂર્વવત કરી શકાયો નહતો. ખોટકાયેલું ડીપી સવારે કચેરીએથી લાવીને નાખવામાં આવ્યું હતું. જોકે પાંચ છ કલાકમાં જ આ બીજું ડીપી પણ ધડાકાભેર ફૂંકાઈ ગયું હતું. 48 કલાકમાં એક જ સ્થાન પર 3 વખત ડીપી ફૂંકાઇ જતા નાગરિકો સતત બે દિવસ આખી રાત વીજ પ્રવાહ વિના ગરમી માં ઊંઘ ના આવતા ઉજાગરા કરવા પડ્યા હતા. વિજ કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં ભંગાર અને કબાડ ડીપી માથે મારી આપવામાં આવતા આ વિસ્તારના નાગરિકો વિજ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ ભારે રોષ ઠાલવી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


