Gujarat

બોડેલી વિસ્તાર માં પાણી ની ટાંકી બનાવી પણ ત્યાં સંપ ના બનતા લોકોને પાણી વિતરણ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે પાણી પુરવઠા યોજના વિભાગ સત્વરે પાણી લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ ઉઠી છે. 

બોડેલી પંચાયત ની હદમાં સેવાસદન સામે એક લાખ લીટર ની ક્ષમતા ધરાવતી ઓવરહેડ પાણી ની ટાંકી બનાવી છે, પણ ત્યાં સંપ ન બનતા પાણી ની ટાંકી શોભાના ગાઠીયા સમાન
    નર્મદા યોજનાનુ પાણી ઘર ઘર સુધી પહોંચે તેવી સરકારી વ્યવસ્થાના ભાગ રૂપે બોડેલી પંચાયત ની હદમાં સેવાસદન સામે એક લાખ લીટર ની ક્ષમતા ધરાવતી ઓવરહેડ પાણી ની ટાંકી બનાવી છે, પણ ત્યાં સંપ ન બનતા પાણી ની ટાંકી શોભાના ગાઠીયા જેવી બની રહી છે.જે માટે બોડેલી પંચાયત દ્વારા ઠરાવ કર્યો છતાં સંપ બન્યો નથી,  જ્યારે ડભોઈ રોડ પર પણ આવેલી ટાંકી નો સંપ જર્જરિત બન્યો છે તેના માટે પણ પંચાયતે ઠરાવ કર્યો છતાં ત્યાં સંપ બન્યો નથી. જૂની બોડેલી માં પાણી ની ટાંકી નુ જોડાણ જ થયું નથી. આવા કારણોસર બોડેલી માં પાણી ની ટાંકી નો લોક ઉપયોગ થયો નથી. જેથી બોડેલી વાસીઓ તંત્ર ની લાપરવાહી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230528-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *