હવામાન વિભાગની આગાહી અનુસાર બોડેલી તાલુકા સહિત નજીકમાં પંચમહાલ વિસ્તારમાં પણ સહિત સમગ્ર તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ગણત્રી ની મિનિટોમાં એક ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડ્યો હતો જેથી સમગ્ર નગર માં નીચાણ વાળા વિસ્તારમાં માં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું
ગાજવીજ અને ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે સહિત તાલુકાના અનેક ધરતી પુત્રોને તેમજ લગ્ન લઈ બેઠેલા ગ્રામીણ વિસ્તારના રહીશોને આજના આ વરસાદે માથે હાથ મૂકી રડવા પર મજબૂર કર્યા હતા. કારણકે ગણતરીની મિનિટોમાં ખૂબ જ ભારે પવન પણ વધુ વરસાદ વરસી ધરતીપુત્રોને પાછલા દોડ મહિનાથી અવાર નવાર આ કમોસમી વરસાદને લઈ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તાલુકામાં આવેલ અનેક ગામોના આંબાઓ ઉપર લાગેલી કેરીઓ પણ આ વાવાઝોડાને લઈ પડી ગઈ હતી જેનાં પગલે ધરતીપુત્રો ને કરી માંથી થતી કમાણી માં પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


