બોડેલી ખાતે નવીન બનાવેલ રોડ પર વોરનિંગ બોર્ડ ન લગાવતા વાહન ચાલકો ને પડતી હાલાકી ને લઇ માંગ ઉઠી
છોટાઉદેપુર બોડેલી થી હાલોલ રોડ થોડા સમય પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે જેથી જાહેર જનતા માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ જે રોડ ની વચ્ચે ડીવાઈડર બનાવવામાં આવ્યું છે ત્યાં કોઈ પણ પ્રકાર નું સાઈન બોર્ડ
મૂકવામાં આવ્યું નથી તસ્વીર માં જોઈ શકાય છે કે જ્યાં વાહનો ના અકસ્માત ને કારણે ડીવાઈડર પર લાગેલ રેલીંગ તૂટેલી હાલતમાં જોઈ શકાય છે જેથી હાલોલ તરફ થી આવતા વાહન ચાલકો વારંવાર અકસ્માત નો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજસ્થાન ને જોડતો આ માર્ગ છે અને પવિત્ર યાત્રા ધામ પાવાગઢ જવા માટે નો આ મુખ્ય માર્ગ છે જેથી સત્વરે અહીંયા વોરનિંગ ચિન્હ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર