આણંદ
બોરસદ તાલુકાના બ્રાહ્મણવાડા ફળિયામાં રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજાેરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા બ્રાહ્મણ વાળા ફળિયામાં મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ રાજ તારીખ ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ ના સાંજના સમયે ખેતર થી નિસરાયા દીકરાના ઘરે ટિફિન લેવા માટે આવ્યાં હતાં. જ્યારે તેમના દીકરાની પુત્રી બીમાર હોવાથી દીકરો અને તેની પત્ની સાસરી ભેટાસી દવા કરાવવા જવા માટે નીકળ્યાં હતાં અને તેઓ ટિફિન લઈ મકાન બંધ કરી તાળું મારી પોતાના ખેતરમાં ગયાં હતાં. આ સમય દરમ્યાન તસ્કરોએ તેમના મકાનની નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી રૂમમાં મુકેલ તિજાેરીમાંથી એક સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૭૫,૭૭૦, એક સોનાની ચેન કિંમત રૂપિયા૩૭,૭૬૦એક સોનાનું પેન્ડલ કિંમત રૂપિયા ૧,૫૨૫, સપતા કિંમત રૂપિયા ૫૨૫, સોનાની વીંટી નંગ ૨ કિંમત રૂપિયા ૧૦ હજાર, સોનાની હેર કિંમત રૂપિયા ૧૦ હજાર, સોનાની એક જાેડ બુટ્ટી કિંમત રૂપિયા ૧૮,૯૯૦, ત્રણ જાેડ ચાંદીના નાના છડા કિંમત રૂપિયા ૩ હજાર, પૈસાના ગલ્લાના આશરે રોકડા રૂપિયા ૫ હજાર તથા તિજાેરીમાં મુકેલ બે ત્રણ પાકીટમાં રહેલા રૂપિયા ૩ હજાર મળી કુલ રૂપિયા ૧,૬૫,૫૭૦ ની મતાની ચોરી કરી લઈ ગયાં હતા. મહત્વનું છે કે સવારે જ્યારે મહેન્દ્રભાઈને ચોરીની જાણ થઈ એટલે તુરંત જ ઘરે આવી પહોંચ્યા હતા અને બોરસદ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે આવી પહોંચેલી બોરસદ પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.


