મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તાજેતરમાં બોરસદ અને ગળતેશ્વર તાલુકાના હડમતીયા ખાતે આશાદીપ સાથે સંકળાયેલા સામુદાયિક આગેવાનોની તાલીમ યોજાઈ હતી જેમાં બન્ને વિસ્તારોમાંથી 95 જેટલા આગેવાન ભાઈ-બેનોએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્યક્ષાએ સામુદાયિક આગેવાનોને સક્ષમ કરી તેમની સમસ્યાઓ, મુઝવણોના સંતોષકારક સમાધાનો શોધવાનો તથા સરકારી યોજનાઓના સંપૂર્ણ અમલીકરણ દ્વારા આર્થિક સદ્ધરતા બક્ષવાનો હતો જેને અનુલક્ષીને સવારના 11:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી ચાલેલ આ તાલીમોમાં કોમ્યુનિટી લીડર્સને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની છણાવટ પીપટી તથા રમતના માધ્યમથી આશાદીપના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


