મકસુદ કારીગર,કઠલાલ
બોરસદ, આંકલાવ તાલુકાના ગામડાંઓના પડતર પ્રશ્નો, મુઝવણો તથા સામાજિક બદલાવ માટે ગ્રામ્યસ્તરે સક્ષમ આગેવાની તૈયાર થાય તેવા હેતુથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 23/04/’23ના રોજ બોરસદ તાલુકા પંચાયત ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોરસદ તથા આંકલાવ તાલુકાના જુદાજુદા ગામોમાંથી 34 જેટલા સામુદાયિક આગેવાનોએ સક્રિય ભાગ લીધો હતો. સવારનાના 11:00થી બપોરના 3:00 સુધી કાર્યરત રહેલી આ તાલીમ/મિટિંગમાં આશાદીપના સ્ટાફ દ્વારા સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય ? બદલાવની શરૂઆત ક્યાંથી કરવી ? નેતૃત્વ ક્ષમતા કેવી રીતે વધારી શકાય ? જેવા મહત્વના મુદ્દાઓની સાથોસાથ પ્રેરણાદાયી બાબતોની પણ સમજ આપવામાં આવી હતી.


